| Name of Trust | : OM SAI SEVA TRUST |
| Establishment of Trust | : 24th NOVEMBER, 2014 |
| Registration No.of Trust | : E/1671/NAVSARI |
| Trust 80G No | : AAATO4582D/18/15-16/T-0478/80G(5)/dated.26.10.2015 હેઠળ કરમુકત |
| Trust 12AA No | : AAATO4582D/50/15-16/T-0731/12AA Dated 26.10.2015 |
| Address of Trust Office | : 303, SURYA APT., NEAR UDIPI HOTEL, STATION ROAD, NAVSARI - 396445. (GUJARAT) INDIA |
| Office | : AS ABOVE |
| Contact No. | : 09924066200, 09898599919 |
| E-mail Address | : shreeomsaisevatrust@gmail.com |
| Website | : www.omsaisevatrust.org |
| : https://www.facebook.com/OmSaiSevatrustnvs | |
| CSR reg. no. | : CSR00054089 |
OBJECTIVES OF TRUST
shree sai shraddha charitable trust's all activities convert into "om sai seva trust, navsari"
In order to fulfill the objects of the trust there shall not be any discrimination on the ground of cast, sex, religion or social status. Trust will not do any activities for profit.
“ SAB KA MALIK EK”
શ્રી સાંઈ શ્રધ્ધા ચેરીટેબલ ટ્રસ્ટની બધી પ્રવૃતિઓ "ઓમ સાંઈ સેવા ટ્રસ્ટ, નવસારી" ને સમર્પિત છે.
ટ્રસ્ટના ઉદ્દેશો
આ ટ્રસ્ટ જે હેતુઓ માટે કરવામાં આવ્યું છે તે હેતુઓ પાર પાડવામાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, જાતિ તથા સામાજીક ભેદભાવ રાખવાનો નથી અને રાખવામાં આવશે નહીં. ટ્રસ્ટ કોઈપણ પ્રકારની નફો કરવાની પ્રવૃતિ કરશે નહીં.
૧. ગરીબ અને જરૂરિયતમંદ વિદ્યાર્થીઓને ચોપડા, નોટબુક, ગણવેશ, ફી વિગેરેની સહાય કરવી અને સ્કોલરશીપ આપવી અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનાં પ્રચાર-પ્રસાર માટે પ્રૌઢ શિક્ષણ, રાત્રી શાળા શરૂ કરવી.
૨. તમામ પ્રકારની શૈક્ષણિક પ્રવૃતિઓ કરવી જેમાં નર્સરી, બાલવાડી, આંગણવાડી, ઘોડીયાઘર, જુ.કે.જી., સિ.કે.જી., પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, ટેકનીકલ શાળા/કોલેજો, સંશોધન કેન્દ્રો કે અન્ય વિદ્યાલય કે છાત્રાલયો શરૂ કરવા અને તેનો નિભાવ કરવો.
૩. દર્દીઓને મેડીકલ ટ્રીટમેન્ટ માટે સહાય કરવી.
૪. દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી તેમજ અન્ય વૈદકીય બાબતો અંગે સંસ્થા સ્થાપવી, તેનું સંચાલન કરવું તથા મેડીકલ સારવારને લગતી તમામ પ્રવૃતિઓ કરવી.
૫. ગરીબી નાબુદી માટે તમામ પ્રકારની સહાય કરવી અને તે અંગે જરૂરી સંસ્થાઓ સ્થાપવી અને તેનું સંચાલન કરવું.
૬. વૃધ્ધાશ્રમ, અશકતાશ્રમ, ધર્મશાળા, બોર્ડીંગ તેમજ હોસ્ટેલની સ્થાપના કરવી અને તેનું સંચાલન કરવું.
૭. દેશની એકતા જળવાય અને ભારતીય સંસ્કૃતિની જાળવણી થાય તેવા કાર્યો કરવા અથવા એવા કાર્યોમાં સહભાગી થવું.
૮. મહાન નેતાઓની જયંતી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા દિવસો તેમજ વર્ષોની ઉજવણીઓ કરવી અને તેમાં મદદરૂપ થવું.
૯. બાળકોના કલ્યાણ તથા સ્ત્રી કલ્યાણ અંગે સંસ્થાઓ સ્થાપવી તેનું સંચાલન કરવું અને તે અંગેની પ્રવૃતિઓ કરવી.
૧૦. અંધજન, વિકલાંગ, મંદબુધ્ધિ વગેરેથી પીડીત બાળકો અને વ્યકિતઓના કલ્યાણ માટે પ્રવૃતિઓ કરવી.
૧૧.પશુ તેમજ પક્ષીઓના કલ્યાણ માટે ગૌશાળા તથા પાંજરાપોળ સ્થાપવી તેમજ સંચાલન કરવું.
૧૨.સરકારશ્રી તરફથી વખતો વખત જાહેર થતી જનકલ્યાણની પ્રવૃતિઓને મદદરૂપ થઈ શકાય તેવી પ્રવૃતિઓ કરવી અને તેમાં સહાયરૂપ થવું.
૧૩.ટ્રસ્ટની કલ્યાણ પ્રવૃતિઓ, જનજાગૃતિના કાર્યક્રમો તેમજ ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે સાહિત્ય તેમજ મેગેઝીન વગેરે પ્રસિધ્ધ કરવાની પ્રવૃતિઓ કરવી અને તેવી પ્રવૃતિઓમાં સહભાગી થવું.
૧૪.કુદરતી તેમજ માનવસર્જીત આફતો જેવી કે રેલ, આગ, ધરતીકંપ, દુકાલ, રોગચાળો, મકાન હોનારત, કોમી રમખાણો, રેલ્વે અકસ્માત વિગેરે જેવા સમયે આફતગ્રસ્ત લોકોને વૈદકીય તેમજ અન્ય પ્રકારે સહાયરૂપ થવું.
૧૫.સમાજના કલ્યાણ માટે તેમજ સમાજની પ્રગતિ માટેના કાર્યો કરવા તેમજ તેવા કાર્યોમાં મદદરૂપ થવું.
૧૬.ભુખ્યા માટે ભોજનની વ્યવસ્થા કરવી, અન્નક્ષેત્ર અને ભંડારો ચલાવવો અને તરસ્યાઓ માટે પાણીની પરબો બંધાવવી.
૧૭.સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે, રાસ-ગરબા, નૃત્ય, નાટક, ભજન સંધ્યા, સંગીત સંધ્યા, મેળા વિગેરેનું આયોજન કરવું.
૧૮.પર્યાવરણની જાળવણી માટે વનીકરણને પ્રોત્સાહન આપવું, વૃક્ષારોપણ કેમ્પોનું આયોજન કરવું અને વૃક્ષોની જાળવણી માટે જરૂરી માર્ગદર્શન આપવું.
